Monday - Jul 27, 2026

શેરી રમતોથી શૈશકાળ ખરા અર્થમાં ખીલતું હોવાનો મેસેજ અપાયો

શેરી રમતોથી શૈશકાળ ખરા અર્થમાં ખીલતું હોવાનો મેસેજ અપાયો

હાલ બાળકોના વેકેશનનો સમય ચાલતો હોય પણ આગાઉના જમાનામાં તે સમયના બાળકો શેરી રમતોની ભરપૂર મોજ માણતા. પણ હવે આ શેરી રમતો ભુલાય ગઈ છે.મોરબી નજીક વિરપર ગામે બાળકોને શેરી રમતોની ભરપૂર મોજ માણી હતી અને લખોટી, ભમરડા, ગિલ્લી દંડા, મોય દાંડિયા, સુટ દળી, થપ્પો દાવ, સંતા કુકડી જેવી અનેક શેરી રમતો જીવંત કરી હતી.

હાલના સમયના નાના બાળકો મોબાઈલનો ખૂબ નાની વયેથી જ હદથી વધુ ઉપયોગ કરતા થયા છે. મોબાઈલ અને કમ્પ્યુટરના કારણે જૂની આઉટડોર રમતો વિસરાઈ રહી છે. હાલના બાળકો મેદાનમાં રમાતી રમતો ખૂબ ઓછા પ્રમાણમાં રમે છે. જેની અસર સીધી તેના શરીર પર પડે છે. ત્યારે વિરપર ગામના દાદુ ફાઉન્ડેશનના કુલદીપભાઈ ચાવડાએ શેરીના બાળકોને થોડી વાર મોબાઈલ અને કોમ્યુટરથી દુર રાખીને વિસરતી જતી શેરીની રમતો રમાડીને મોજ કરાવી હતી.

શેરી રમતોથી શૈશકાળ ખરા અર્થમાં ખીલતું હોવાનો મેસેજ અપાયો