ગૌસેવાના નામે ચરી ખાનારા તો ઘણા છે. નામ બડે ઓર દર્શન ખોટેની જેમ ઘણા લેભાગુ તત્વો ગૌસેવાના નામે હજારો લાખો રૂપિયા ચાઉ કરીને ડકાર ખાતા પણ શરમાતા નથી. ત્યારે માળીયાના જુના ઘાટીલા ગામે ખરા અર્થમાં ગૌસેવા થઈ રહી છે એ પણ યુવાનો દ્વારા ગૌસેવા કરવામાં આવી રહી છે.ગામનું યુવક મંડળ છેલ્લા પાંચ વર્ષથી ખેતર રાખીને મકાઈનું વાવેતર કરીને ગૌમાતાને ખવડાવે છે.
માળીયાના જુના ઘાટીલા ગામે યુવક મંડળ છેલ્લા પાંચ વર્ષથી ગૌસેવા કરે છે.આ યુવાનોની ગૌસેવા પણ કઠોર મહેનત માંગી લે તેવી છે. કારણ કે યુવાનોએ ગૌસેવા માટે ખેતીનો રસ્તો અપનાવ્યો છે. આજના યુવાનોને શિક્ષિત હોવાનો દભ હોવાથી ખેતી કરવામા શરમ આવે છે. એ પણ પોતાના માટે નહીં પણ પરમાર્થ માટે ખેતી કરવી એ બહુ જ કઠિન કાર્ય છે. છતાં જુના ઘાટીલા ગામના યુવાનો હોંશે હોંશે આ કઠિન કાર્ય કરે છે. જેમાં 16 વર્ષના તરુણથી માંડીને 70 વર્ષના દાદા પણ ગૌસેવામાં જોડાય છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે એ સેવાકાર્ય. જેમાં યુવાનો ગામનું ખેતર ભાડે રાખે છે.
એમાં 35 વિધા જમીનમાં મકાઈનું વાવેતર કરે છે. એ 35 સે 35 વિધા જમીનમાં વાવેલી મકાય ગૌશાળાને દાનમાં આપી દે છે. આ યુવાનો ચાહે તો મકાઈનું વાવેતર કરીને હજારો રૂપિયા કમાય શકે છે. પણ તેઓએ ગૌસેવાનો ભેખ ધારણ કર્યો છે. 35 વિધામાં વાવેલી મકાઈ ગૌમાતાને ખવડાવી દેવી એ કાંઈ નાની સુની વાત નથી. આપણા આગણે ગાય આવે તો તેને કઈ આપવાને બદલે તગેડી મૂકીએ છીએ. ત્યારે આ યુવાનો ગૌસેવા પ્રેરણાદાયી છે.