Saturday - Apr 25, 2026

વનાળીયાના વતનીની દેશસેવાને નગરજનોએ બિરદાવી.

 વનાળીયાના વતનીની દેશસેવાને નગરજનોએ બિરદાવી.

મોરબી : મુળ શારદાનગર (વનાળીયા)ના વતની હાલ મોરબી રેવન્યુ ગણેશનગર વાવડી રોડ પર રહેતા જે આજે દેશની સરહદ પર ફરજ બજાવીને નિવૃત થઈને ઘરે પરત આવેલા નિવૃત આર્મી મેનનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની સરહદેથી પરત ફરતા તેઓનું ભવ્ય સ્વાગત અને સન્માન સાથે પરિવાર અને મિત્રો સહિત દેશ ભક્ત લોકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરીને તેમની દેશ સેવાને બિરદાવી હતી.

 વનાળીયાના વતનીની દેશસેવાને નગરજનોએ બિરદાવી.

મુળ શારદાનગર (વનાળીયા)ના વતની હાલ રેવન્યુ ગણેશનગર વાવડી રોડ રહેતા કંઝારીયા ધીરજલાલે પાયદળ સૈનિક તરીકે દેશની સરહદે ભારતીય સેનાના જવાન તરીકે ફરજ બજાવીને સેવા નિવૃત થયા હતા. તેઓએ પાયદળ સૈનિક 12 ગ્રેનેડિયર્સ, ગ્રેનેડિયર્સ રેજીમેન્ટ જબલપુર ભારતીય સૈન્ય સેવા - 20 વર્ષ 3 મહિના, રાજસ્થાન - 3 વર્ષ, પૂંચ જમ્મુ-કાશ્મીર - 3 વર્ષ, પંજાબ - 1 વર્ષ, શ્રીનગર જમ્મુ-કાશ્મીર - 3 વર્ષ, હરસિલ ઉત્તરા ખંડ - 3 વર્ષ, ભૂટાન - 6 મહિના, કાજલગાંવ આસામ- 1 વર્ષ, ઉમરોઈ મેઘાલય - 3 વર્ષ ફરજ બજાવી ઉરી શ્રીનગરમાં  2 વર્ષનું છેલ્લું પોસ્ટિંગ હોય આજે ત્યાં સેવા નિવૃત થઈને પરત મોરબી આવી પહોંચ્યા હતા. તેઓ ટ્રેન મારફત વાંકાનેર રેલવે સ્ટેશનને આવી પહોંચતા તેમના પરિવાર, મિત્રો અને દેશ ભક્ત લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ફુલહાર કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમના ઘરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોએ તેમણે એક જવાન તરીકે બજાવેલી નિષ્ઠાપૂર્વકની દેશ સેવાને બિરદાવી હતી.