વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામની રેલ્વે ફાટક નજીક આજે સાંજે માલગાડી ટ્રેનના ડબ્બાના વ્હીલ અચાનક પાટા પરથી ખડી પડતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામે આવેલ ફાટક નજીક મેલડી માતાજીના મંદિર પાસે આજે સાંજના 4:15 વાગ્યાના અરસામાં અહીંથી પસાર થતી એક માલગાડી ટ્રેનનું એક વ્હીલ પાટા પરથી ખડી પડ્યુ છે. બનાવની જાણ થતા રેલ્વે વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ટ્રેન અકસ્માતના પગલે હાલ કોઈ જાનહાની કે ઈજાનો બનાવ સામે આવ્યો નથી. હાલ આ ટ્રેનને પાટા ઉપર ચડાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.