Friday - Jul 24, 2026

મોરબીના સન પેલેસ પાસે પાર્ક થયેલા બાઇકની ચોરી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

સનરાઇઝ પાર્કિંગમાંથી વાંડો તોડી તસ્કરો બાઇક લઈ ફરાર : સીસીટીવીમાં ચહેરા સ્પષ્ટ દેખાતા પોલીસ માટે આરોપીઓને ઝડપી પાડવાનો પડકાર

મોરબી : મોરબી શહેરના નાની કેનાલ રોડ પર પંચાયત રોડ નજીક આવેલા સન પેલેસ-સનરાઇઝ પાર્કિંગ વિસ્તારમાંથી પાર્ક કરેલી બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ બાઇકનો વાંડો તોડી વાહન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જાહેર થયેલા સીસીટીવી ફૂટેજમાં તસ્કરો બાઇક હંકારીને લઈ જતા સ્પષ્ટપણે નજરે પડે છે. ચોરીની ઘટનાના દૃશ્યો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓના ચહેરા પણ કેમેરામાં કેદ થયા હોવાથી હવે પોલીસ માટે આ ફૂટેજ મહત્વના પુરાવા બની શકે છે.

બાઇક ચોરીના બનાવ બાદ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં વાહન સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

હવે ચોરીની સમગ્ર ઘટના અને તસ્કરોની હિલચાલ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હોવાથી પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓને કેટલી ઝડપથી ઝડપી પાડે છે તેના પર સૌની નજર મંડાઈ છે.