મોરબી : ચોમાસાની આહટ વચ્ચે મોરબીમાં દુર્લભ ગણાતું ચાતક પક્ષી જોવા મળતાં પક્ષીપ્રેમીઓમાં આનંદ સાથે ભારે કુતુહલ સર્જાયું છે. મોરબીના સામા કાંઠા વિસ્તારમાં એલ.ઈ. કોલેજ નજીક આવેલા અજ્ઞેશ્વર મંદિર પાસે પર્યાવરણપ્રેમી જીતુભાઈ ઠક્કરની નજરે આ દુર્લભ પક્ષી પડ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ભાગ્યે જ જોવા મળતું ચાતક પક્ષી ફરી એકવાર મોરબીમાં જોવા મળતાં કુદરતપ્રેમીઓ માટે આ એક નોંધપાત્ર ઘટના બની છે.
પર્યાવરણપ્રેમી જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ચાતક પક્ષી કાળા અને સફેદ રંગના મિશ્રણવાળું હોય છે. તેની પાંખોમાં સફેદ ધાબા, લાંબી કાળી પૂંછડીના છેડે સફેદ ભાગ તેમજ માથા પર કલગી જેવા વાળ તેની આગવી ઓળખ છે. આશરે 12 ઇંચ જેટલી લંબાઈ ધરાવતું આ પંખી લાંબી પાંખો ધરાવતું અને કોકિલ કુળનું પક્ષી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પક્ષી વર્ષાઋતુની શરૂઆતમાં આફ્રિકા અને ભારતના અન્ય વિસ્તારોમાંથી ગુજરાતમાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તેનું દર્શન ખૂબ જ દુર્લભ બન્યું છે.
ચાતક પક્ષીની વિશેષતા અંગે જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે લોકમાન્યતા મુજબ આ પક્ષી માત્ર આકાશમાંથી પડતા વરસાદના ટીપાં જ સીધા ચાંચ ઊંચી કરીને પીવે છે અને નદી, તળાવ કે અન્ય જળાશયોમાંથી પાણી પીતું નથી. ઉપરાંત તે પોતાનો માળો પણ બનાવતું નથી, પરંતુ લેલા, દરજીડા અથવા ફૂત્કી જેવા અન્ય પક્ષીઓના માળામાં પોતાના ઈંડા મૂકી બચ્ચાંનો ઉછેર કરાવે છે. આવા પક્ષીઓને પક્ષીવિજ્ઞાનમાં 'પરભૃત' શ્રેણીના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
ચાતક પક્ષીનો 'પિહુ... પિહુ...' જેવો અવાજ હોવાથી તેને 'પપીહા' તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તે 'મોતીડો' નામે પણ જાણીતું છે. ચોમાસાના પ્રથમ વરસાદની આતુરતાથી રાહ જોતા આ પક્ષી પરથી જ ગુજરાતી ભાષામાં પ્રચલિત 'ચાતક નજરે રાહ જોવી' જેવી કહેવત પ્રચલિત બની હોવાનું પણ માનવામાં આવે છે.મોરબી : ચોમાસાની આહટ વચ્ચે મોરબીમાં દુર્લભ ગણાતું ચાતક પક્ષી જોવા મળતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. મોરબીના સામા કાંઠા વિસ્તારમાં એલ.ઈ. કોલેજ નજીક આવેલા અજ્ઞેશ્વર મંદિર પાસે પર્યાવરણપ્રેમી જીતુભાઈ ઠક્કરની નજરે આ દુર્લભ પક્ષી પડ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ભાગ્યે જ જોવા મળતું ચાતક પક્ષી ફરી એકવાર મોરબીમાં જોવા મળતાં કુદરતપ્રેમીઓ માટે આ એક નોંધપાત્ર ઘટના બની છે.
પર્યાવરણપ્રેમી જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ચાતક પક્ષી કાળા અને સફેદ રંગના મિશ્રણવાળું હોય છે. તેની પાંખોમાં સફેદ ધાબા, લાંબી કાળી પૂંછડીના છેડે સફેદ ભાગ તેમજ માથા પર કલગી જેવા વાળ તેની આગવી ઓળખ છે. આશરે 12 ઇંચ જેટલી લંબાઈ ધરાવતું આ પંખી લાંબી પાંખો ધરાવતું અને કોકિલ કુળનું પક્ષી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ પક્ષી વર્ષાઋતુની શરૂઆતમાં આફ્રિકા અને ભારતના અન્ય વિસ્તારોમાંથી ગુજરાતમાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તેનું દર્શન ખૂબ જ દુર્લભ બન્યું છે.
ચાતક પક્ષીની વિશેષતા અંગે જીતુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે લોકમાન્યતા મુજબ આ પક્ષી માત્ર આકાશમાંથી પડતા વરસાદના ટીપાં જ સીધા ચાંચ ઊંચી કરીને પીવે છે અને નદી, તળાવ કે અન્ય જળાશયોમાંથી પાણી પીતું નથી. ઉપરાંત તે પોતાનો માળો પણ બનાવતું નથી, પરંતુ લેલા, દરજીડા અથવા ફૂત્કી જેવા અન્ય પક્ષીઓના માળામાં પોતાના ઈંડા મૂકી બચ્ચાંનો ઉછેર કરાવે છે. આવા પક્ષીઓને પક્ષીવિજ્ઞાનમાં 'પરભૃત' શ્રેણીના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.
ચાતક પક્ષીનો 'પિહુ... પિહુ...' જેવો અવાજ હોવાથી તેને 'પપીહા' તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તે 'મોતીડો' નામે પણ જાણીતું છે. ચોમાસાના પ્રથમ વરસાદની આતુરતાથી રાહ જોતા આ પક્ષી પરથી જ ગુજરાતી ભાષામાં પ્રચલિત 'ચાતક નજરે રાહ જોવી' જેવી કહેવત પ્રચલિત બની હોવાનું પણ માનવામાં આવે છે.