Saturday - Apr 25, 2026

મોરબીમાં બાઇકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

મોરબીમાં બાઇકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

 મોરબીમાં દિનપ્રતિદિન બાઇક ચોરીના વધતા જતા બનાવ વચ્ચે આજે પોલીસે એક બાઇક ચોરને દબોચી લીધો હતો.. જેમાં મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિગમાંથી રૂપિયા 40 હજારના બાઇકની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ બળવંતરાય જયસ્વાલવાળાની માલિકીનું રૂપિયા 40હજારની કિંમતનું બાઇક નવા બસસ્ટેન્ડના પાર્કિગમાં પાર્ક કરેલું હતું જે ચોરી થતા ફરિયાદના આધારે પોલીસે આરોપી રાહુલભાઇ ભીમાભાઇ સીપણોદા, રહે. વીસીપરા સ્મશાન પાસે મોરબી વાળાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.