Saturday - Aug 15, 2026

મોરબીના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

મોરબીના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જનાર આરોપી ઝડપાયો

 મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને છાત્રલાયમાં રહી અભ્યાસ કરતી સગીરા પર નજર બગાડીને લલચાવી ફોસલાવીને આરોપી શક્તિ હસમુખભાઈ ચોરસિયા ભગાડી ગયો હોવાની દસ દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એ. વાળા સહિતના સ્ટાફે આ બાબતે સઘન તપાસ કરીને આરોપી શક્તિ હસમુખભાઈ ચોરસિયાની ધરપકડ કરી તેની સામે અપહરણ અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.