Thursday - May 07, 2026

મોરબીનો સીરામીક ઉધોગ મંદીના ભરડામાં સપડાયો

મોરબીનો સીરામીક ઉધોગ મંદીના ભરડામાં સપડાયો

મોરબીનો સીરામીક ઉદ્યોગ મંદીના ભાંયકર મોજમાં સપડાયો છે.200 યુનિયો સંદતર બંધ થઈ ગયા છે અને 150 યુનિટો બંધ થવાની કગાર ઉપર પહોંચી ગયા છે. આ સીરામીક એકમોમાં માલનો મોટો ભરાવો થયો છે. ટાઇલ્સના બોક્સ રાખવાની જગ્યા બચી નથી. તેથી માલની ડિમાન્ડ ન હોવાથી 150 કારખાનાને જન્માષ્ટમીના તહેવારો ઉપર  બંધ કરવાની નોબત આવી શકે છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું કે, જે 200 કારખાના સંદતર બંધ થયા છે. તે કારખાના જુના અને નાના હતા. સીરામીકમાં વારંવાર અપગ્રેશન  આવતું હોય તો નાના અને જૂના  યુનિટોમાં અપગ્રેશન થઈ શકતું નથી.પડતર બહુ ઓછી આવતી હોય અને ઉંચી પડતરને કારણે માર્કેટમાં હરીફાઈમાં ટકી શકતા નથી. વધુમાં નફો પણ કાંઈ રહેતો નથી. એટલે સરવાળે નુકશાની સહન કરવાનો વખત આવે છે. નફા વગરનો ધંધો પોસાય તેમ ન હોવાથી 200 યુનિટો હંમેશ માટે બંધ થઈ ગયા છે. જ્યારે બીજા મોટા યુનિટોની વાત કરીએ તો એનું ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ નબળું છે.જ્યારે એક્સપોર્ટમાં સારો ફાયદો થાય એમ હતો અને એક્સપોર્ટમાં આવેલ ઓડરોને પહોંચી  વળવા કન્ટેનરના ભાડામાં મોટો વધારો થયો હોવાથી લોર્ડીંગ થઈ શકે એમ નથી. આથી બધા જ યુનિટોમાં માલના ભરાવા સાથે ગોડાઉન ફૂલ થઈ ગયા છે. કારખાનામાં નવો માલ તૈયાર થઈ શકે એમ જ નથી. કારણે નવા માલના ઉત્પાદનનું બોક્સ રાખવાની જગ્યા જ નથી. એટલે આશરે 150થી વધુ યુનિટો જન્માષ્ટમીના તહેવારોમાં બંધ કરવા પડે તેવી ખરાબ પરિસ્થિતિ છે.