મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે રામદેવ હોટેલ પાસે લાગેલા મોબાઇલ ટાવરમાં અલગ-અલગ માપ-સાઈઝના કોપર કેબલ કિંમત આશરે રૂપિયા ૩૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી લેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.