મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમુક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 23/11/2025 ને રવિવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં માઇક્રોન ઇન્ડ. અને એજે ભારત ઇન્ડ. ફીડર પર સવારે 8:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ બંને ફીડર હેઠળ હાઇવે પર આવતા તમામ કોમ્પ્લેક્સ, વાણિજ્યિક એકમો તેમજ ઔદ્યોગિક (HT) માં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.