Thursday - Jun 25, 2026

મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

મોરબીના ઉંચી માંડલ નજીક કારખાનામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે કંપનીના લેબર ક્વાર્ટરમાં એક પરિણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ સેલ્સ પેલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા સીતાબેન અનિલભાઈ સોલંકી ઉ.વ.૨૪એ કોઈ કારણોસર પોતાના રૂમના ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમને હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક પરિણીતાનો તેમના પતિ અનીલભાઈ સાથેનો લગ્ન ગાળો સાત માસનો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આપઘાતનું કારણ શોધવા તપાસ ચલાવી છે.