ઓડિયન્સ તરીકે KBCના સેટ પર પહોંચેલા પરિવારની તસવીરો ટીમે રજીસ્ટ્રેશન લિંક પર રિલીઝ કરી, 27 ઓગસ્ટે એપિસોડનું પ્રસારણ થયું હતું
મોરબી : મોરબીના વિપુલભાઈ લોખીલ અને તેમના પરિવાર માટે લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ KBCના સેટ પર વિતાવેલી પળો યાદગાર બની છે. KBCની ઓડિયન્સ તરીકે પસંદગી થયા બાદ વિપુલભાઈ લોખીલ પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા અને શોના શૂટિંગમાં ઓડિયન્સ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન પરિવારને KBCના હોસ્ટ અને અભિનેતા અમિતાભ બચ્ચન સાથે રૂબરૂ મળવાનો અવસર મળ્યો હતો. અમિતાભ બચ્ચનને નજીકથી મળવાની સાથે પરિવાર માટે સેટ પર શૂટિંગનો અનુભવ પણ ખાસ રહ્યો હતો.
વિપુલભાઈ સાથે તેમના પુત્ર જયરાજ લોખીલ, પુત્રી પ્રિયા લોખીલ અને પત્ની સોનલબેન લોખીલ પણ KBCના સેટ પર ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર માટે શોના સેટ પર વિતાવેલી ક્ષણો અને અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત યાદગાર બની રહી હતી.
KBCના આ એપિસોડનું પ્રસારણ ગત 27 ઓગસ્ટે Sony Entertainment Television પર થયું હતું. હવે KBC ટીમ દ્વારા પરિવારને સેટ પર મળેલી યાદગાર ક્ષણોની તસવીરો તેમની રજીસ્ટ્રેશન લિંક પર રિલીઝ કરવામાં આવી છે. તસવીરો સામે આવતા પરિવાર સાથે જોડાયેલા લોકોમાં પણ આ મુલાકાતને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.