Saturday - May 16, 2026

મોરબીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ ઝબ્બે

મોરબીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ ઝબ્બે

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા ગાયત્રીનગર શેરી નંબર 3મા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા રહે.મોરબી ત્રાજપર ખારી, જગદીશભાઇ ઉર્ફે જયદીપ શીવાભાઇ ખટાણા, વાવડીરોડ, ગાયત્રીનગર, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા રહે.મોરબી ત્રાજપર ખારી, કરૂણાબેન દિનેશભાઇ રહે.લખધીરનગર, નવાગામ, અંજનાબેન જગદીશભાઇ ખાટાણા રહે.વાવડીરોડ ગાયત્રીનગર અને વનીતાબેન હરેશભાઇ રાઠોડ રહે.ત્રાજપર ખારી, મોરબી નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 16,100 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.