Saturday - Jul 04, 2026

વાંકાનેરમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચની ધરપકડ

વાંકાનેરમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર શહેરમા સીટી રેલવે સ્ટેશન નજીક અમરસિંહજી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી જુમાભાઈ સુલેમાનભાઈ રફાઈ, અસરફભાઈ કરીમભાઈ રફાઈ, કાસમભાઈ સલીમભાઈ બસેર, અકબરભાઈ મુસાભાઈ માજોઠી અને આરોપી જુનેદભાઈ ગફરભાઈ માંડવીયા રહે.તમામ વાંકાનેર વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 10,070 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.