Sunday - Oct 04, 2026

મોરબીમાં માતાના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા માટે સામાન પર રેડિયમ લગાવાયા

મોરબીમાં માતાના મઢે જતા પદયાત્રીઓની સુરક્ષા માટે સામાન પર રેડિયમ લગાવાયા

રાત્રિ મુસાફરી દરમિયાન સાવચેતી અને 112-100 હેલ્પલાઇન અંગે ટ્રાફિક પોલીસે માર્ગદર્શન આપ્યું

મોરબી : કચ્છના માતાના મઢ ખાતે દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા તેમજ રોડ અકસ્માત નિવારવા મોરબી ટ્રાફિક પોલીસે વિશેષ કામગીરી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પદયાત્રીઓના સામાન પર ગોળ રેડિયમ લગાવવામાં આવ્યા હતા. રાત્રિના અંધકારમાં રેડિયમ વાહનની લાઇટના પ્રકાશમાં ચમકતા હોવાથી મોરબી નજીક નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પદયાત્રીઓ દૂરથી દેખાઈ શકે અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસની ટીમે પદયાત્રીઓને રાત્રિના સમયે હાઇવે પર ચાલતી વખતે સાવચેતી રાખવા, શક્ય હોય ત્યાં સુધી માર્ગની કિનારી તરફ ચાલવા અને વાહનવ્યવહાર અંગે સતર્ક રહેવા સહિતની જરૂરી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈ ઇમરજન્સી કે મુશ્કેલીના સમયે પોલીસની 112 અને 100 હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવવાની કામગીરીથી રાત્રિ દરમિયાન તેમની દૃશ્યતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી પોલીસ અધિકારી ઘેલા, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. રોડ સેફ્ટીના ભાગરૂપે હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતા પદયાત્રીઓ અને વાહનચાલકો બંનેની સુરક્ષા જળવાય તથા માર્ગ અકસ્માતો નિવારી શકાય તે રહ્યો હતો.