મોરબી : મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને તેની માતાએ ઘરકામ માટે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા સગીરાએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી નીચે ઝંપલાવ્યુ હતું જેથી તેને ગંભીર ઈજા થઈ હોય સગીરાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે એન.ટી.સ્ટુડિયોની પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં ધર્મેન્દ્રભાઈના ફ્લેટ નંબર 105 માં રહેતા રામનરેશ રામરાજ વર્માની 15 વર્ષની દીકરી ખુશીએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી ગંભીર ઇજા થવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનુ મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાને ઘરકામ બાબતે તેની માતાએ ઠપકો આપ્યો હતો અને તે બાબતે તેને લાગી આવતા સગીરાએ એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી પડતું મૂક્યું હતું જેથી ગંભીર ઇજા પામેલ સગીરાનુંનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.