ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર અમરાપર ગામની સીમમાં આવેલ કિશોરભાઈ રામજીભાઈ હળવદીયાની વાડીના કુવામા પડી જતા ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના રહેવાસી પ્રવીણભાઈ ગોવિંદભાઇ દેલવાડિયા ઉ.વ.50 નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.