ટંકારા : ટંકારા શહેરમાં ભૂંડ પકડવા બાબતે બે સરદારજી પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ એક પરિવારે પોલીસમાં અરજી કરતા આ અરજી બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ સરદારજી યુવાનને રોકી ઝાપટો મારી બાઇકમાં નુકશાન કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારાની સરદાર સ્કૂલ પાસે રહેતા કલ્લુસિંગ ઉર્ફે સતપાલસિંગ કમલસિંગ બાવરી ઉ.વ.24 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં આરોપી મખનસિંગ મહેન્દ્રસિંગ બાવરી, ક્રિપાલસિંગ મહેન્દ્રસિંગ બાવરી અને આરોપી ભગતસિંગ ઉર્ફે જગ્ગી મહેન્દ્રસિંગ બાવરી રહે.તમામ સરદાર સોસાયટી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે ભૂંડ પકડવા બાબતે બોલાચાલી થતા તેમને પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓ ફરિયાદીના ભાઈ ગુરુમુખસિંગને રસ્તામાં આંતરી બાઈક ઉભું રખાવી ઝાપટ મારી ગાળો આપી બાઇકમાં નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.