Wednesday - Aug 19, 2026

મોરબીના ત્રાજપર ખારીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની ધરપકડ

મોરબીના ત્રાજપર ખારીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની ધરપકડ

મોરબી : મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા રહે. ત્રાજપર, શીતલબેન કાનજીભાઇ પીપળીયા, રંજનબેન અમરશીભાઇ દેગામા, કુલીનગર, અંજનાબેન હસુભાઇ નિમાવત, રહે વાવડીરોડ રાધાપાર્ક સોસાયટી, નિમુબેન રાજેશભાઇ સનુરા રહે.ત્રાજપર, વનીતાબેન હરેશભાઇ રાઠોડ રહે.ત્રાજપર અને ચંદુભાઇ વીરજીભાઇ દુદકીયા, રહે. ત્રાજપર ખારી વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 51,200 કબ્જે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.