Saturday - May 16, 2026

તારા કારણે કોર્ટ કચેરીનો ખર્ચ થયો છે તે તારે આપવો પડશે કહી યુવકને માર માર્યો

તારા કારણે કોર્ટ કચેરીનો ખર્ચ થયો છે તે તારે આપવો પડશે કહી યુવકને માર માર્યો

મોરબીના નઝરબાગ નજીક બનેલી ઘટના અંગે ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી શહેરના નઝરબાગ વિસ્તારમાં રહેતા યુવક પાસેથી કોર્ટ કચેરીમાં થયેલ ખર્ચના નાણાં માંગી ત્રણ શખ્સોએ અપહરણ કરી માર મારવાની સાથે એક્ટિવા મોટર સાયકલ પડાવી લઈ જાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના નઝરબાગ રેલવે સ્ટેશન નજીક રહેતા અને સીરામીકનો ધંધો કરતા શૈલેશભાઇ તુલસીભાઈ મૂછડિયા ઉ.વ.28 નામના યુવકે આરોપી અહેમદ મેમણ રહે.વીસીપરા તેમજ તેની સાથે આવેલ બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અહેમદે તા.12ના રોજ ઘર પાસે આવી કહ્યું હતું કે, તારા કારણે કોર્ટ કચેરીનો ખર્ચ થયો છે તે તારે આપવો પડશે તેમ કહી પ્લાસ્ટિકના પાઇપ વડે તેમજ ઢીકા પાટુનો માર મારી અપહરણ કરી લઈ ગયા હતા.બાદમાં શૈલેશભાઈનું જીજે- 36 - બીએ - 0643 નંબરનું એક્ટિવા મોટર સાયકલ પડાવી લઈ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી હતી.