Saturday - Jul 11, 2026

મોરબીના લક્ષ્મીનગર ગામેં સરપંચ તરીકે 25 વર્ષીય સમીમબેન સુમરા 194 મતે વિજતા થયા

મોરબીના લક્ષ્મીનગર ગામેં સરપંચ તરીકે 25 વર્ષીય સમીમબેન સુમરા 194 મતે વિજતા થયા

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામને યુવા મહિલા સરપંચ મળ્યા છે. સરપંચ પદના ઉમેદવાર 25 વર્ષીય સમીમબેન સિકંદરભાઈ સુમરાનો વિજય થયો છે. સમીમબેન સુમરા પ્રથમ વખત સરપંચ બન્યા છે. સમીમબેન આ ચૂંટણીમાં 194 મતે વિજેતા થયા છે. જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મતગણતરી કેન્દ્ર પર સમર્થકોએ ઢોલ વગાડીને જીતની ઉજવણી કરી હતી.

સરપંચ પદે ચૂંટાયેલા સમીમબેન સુમરાએ જણાવ્યું હતું કે, ગામના લોકોને સારો સાથ સહકાર મળતા વિજય થયો છે. આગામી દિવસોમાં ગામમાં સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે. ગામની શાળામાં ઉચ્ચ ધોરણોનો સમાવેશ થાય તેવા પ્રયત્નો કરીશું. ગામની મહિલાઓ પણ રોજગાર તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરીશું.