મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી ગઈ હોવાથી પાડોશમાં રહેતા કૌટુંબિક ભાભીને પોતાની પત્નીની ચડામણી નહિ કરવા કહેતા નજીવી બાબતે ઝઘડો થતા આ યુવાનને તેના કૌટુંબિક ભાઈ, ભાભી,ભત્રીજા અને ભાભુએ માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના મકનસર ગામે સરકારી સ્કૂલ વાળી શેરીમાં રહેતા હિતેશભાઈ બાબુભાઇ દેગામાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેની પત્ની શીતલ માવતર રિસામણે ચાલી ગઈ હોવાથી તેમના પાડોશમાં જ રહેતા કૌટુંબિક ભાભી ભાવનાબેન જગદીશભાઈ દેગામાને પોતાની પત્નીની ચડામણી નહિ કરવાનું કહેતા ભાવનાબેનને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપી એવા કૌટુંબિક ભાઈ જગદીશભાઈ ધીરુભાઈ દેગામા, રઘુભાઈ જગદીશભાઈ દેગામા, આકાશ જગદીશભાઈ દેગામા, ભાવનાબેન જગદીશભાઈ દેગામા અને લીલાબેન ધીરુભાઈ દેગામાએ એક સંપ કરી લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.