Wednesday - Jul 08, 2026

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90% ભરાતા હેઠવાસના 9 ગામોને સાવચેત કરાયા

હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 90% ભરાતા હેઠવાસના 9 ગામોને સાવચેત કરાયા

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલી શક્તિ સાગર (બ્રાહ્મણી-2) જળ સંપત્તિ યોજના હેઠળનો ડેમ રૂલ લેવલ મુજબ 90% ભરાઈ ગયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 90 mm વરસાદને કારણે પાણીની સારી આવક નોંધાઇ છે.

ગતરાત્રીના 10 વાગ્યા સુધીના આંકડા મુજબ ડેમમાં 515 ક્યુસેકની આવક થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. આ ગામના લોકોને પોતાની માલ-મિલકત તેમજ ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.