હળવદ : હળવદ શહેરના મોરબી દરવાજા નજીક રહેતા ફરિયાદી દયારામભાઈ ભુદરભાઈ ચાવડા નામના ટ્રાન્સપોર્ટરે સરા રોડ પર આવેલ નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસે રાખેલી પોતાની જીજે - 13 - ટી - 5619 નંબરની છકડો રીક્ષા કિંમત રૂ.20 હજાર વાળી કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.