વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં કન્ટેનર ટ્રક રિવર્સમાં લેવડાવતી વખતે કન્ટેનર વીજ તારને અડી જતા ગોરધનભાઇ ધીરુભાઈ ધરજીયા ઉ.વ.36 રહે.નવાપરા, ખડીપરા વાંકાનેર નામના યુવકનું વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.