Saturday - May 16, 2026

મોરબીના લાતી પ્લોટમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

મોરબીના લાતી પ્લોટમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો માટે અવરોધરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી

મોરબી : મોરબીના લાતી પ્લોટમાં ગેરકાયદે ખડકી દીધેલા દબાણો ઉપર મહાપાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું છે. આજે મહાપાલિકાના 3 જેસીબી દ્વારા લાતીપ્લોટ વિસ્તારમાં કરાયેલા મકાનોના દબાણો તોડવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં શેરી નં.7 અને 8માં પણ ડીમોલેશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના લાતી પ્લોટમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

દબાણ હટાવ ઝુંબેશ વિશે મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે લાતી પ્લોટમાં વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો મંજુર કરવામાં આવ્યા છે. રોડના કામો પણ અહીં થવાના છે. જેટલી આડી અને ઉભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ 9 મીટર છે. અત્યારે સ્ટ્રોમ વોટરની કામગીરી દરમિયાન 4 નંબરની શેરીમાં 5 મીટર જ પહોળાઈ મળતી હતી. 4 મીટર જેટલું મિલ્કત ધારકોએ દબાણ કર્યું હતું. એક મહિના અગાઉ કોર્પોરેશન દ્વારા 30 જેટલી નોટીસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 અને 8 નંબરની શેરીમાં દબાણ હોવાની વિગતો મળી છે. અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે.

મોરબીના લાતી પ્લોટમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ
મોરબીના લાતી પ્લોટમાં મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ