Thursday - Jul 02, 2026

માળીયાના ચાચાવડરડા પાસે બે ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

માળીયાના ચાચાવડરડા પાસે બે ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચાચાવડરડા ગામના પાટિયા નજીક ગત તા.24 નવેમ્બરના રોજ આરજે - 19 - આરસી - 8022 નંબરના ટ્રેકટર ચાલક ઓમપ્રકાશ ધનારામ બાવરી રહે.રાજસ્થાન વાળાએ પુરપાટ ઝડપે ટ્રેકટર ચલાવી આગળ જતાં આરજે - 54 - આરએ - 4730 નંબરના ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત સર્જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં સુતેલા ભૂંડારામ ઉર્ફે સુરેન્દ્ર સુગનારામ પવાર ઉ.23 રહે.રાજસ્થાન વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની સુમિત્રાબેન ભૂંડારામ ઉર્ફે સુરેન્દ્ર પવારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી