Thursday - Aug 20, 2026

રાજપર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા 8મીએથી ઓર્ગેનિક ખાતર હરરાજી કરાશે

રાજપર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા 8મીએથી ઓર્ગેનિક ખાતર હરરાજી કરાશે

મોરબીના રાજપર ગામે આવેલ રાજપર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જુદીજુદી સેવા પ્રવૃતિઓ કરીને ગાય માતાનો નિભાવ કરવામાં આવે છે. જેમાં  રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રસંગે કેશિયો પાર્ટી તેમજ ઢોલ ત્રાંસા વગાડીને ગૌશાળામાં રહેલી ગાય માતાઓનું જતન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજપર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આગામી તા. 8 એપ્રિલથી ઓર્ગેનિક ખાતર હરરાજી કરાશે.જેથી લાગતા વળગતા લોકોને આ હરરાજીનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.