મોરબીના બાયપાસ ઉપર જુના આરટીઓ પુલ પાસે પસાર થતા ચાલુ બે ટ્રકોમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ ટ્રકમાં આગ લાગતા થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. જાણવા મળતી વિગતો મુજબ બાયપાસ ઉપર જુના આરટીઓ પુલ પાસે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો.તેમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આથી તેની બાજુમાં પસાર થતો બીજો ટ્રક પણ આગની લપેટમાં આવી ગયો હતો. જોતજોતામાં બન્ને ટ્રકો આગથી ભડભડ સળગી ઉઠ્યા હતા. ભરચકક વિસ્તારમાં આગથી થોડીવારમાં અફડા તફડી મચી ગઇ હતી.આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને સમયસર બુઝાવી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.