મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદના તાલુકા-શહેર પ્રમુખોની જાહેરાત સાથે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓની પણ વરણી
મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સંગઠનાત્મક નિમણૂકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રદેશ પ્રમુખ જયંતિ ભાટિયાની સહીથી 16 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલા પત્રમાં મોરબી જિલ્લાના 10 તાલુકા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા માળખામાં 5 ઉપપ્રમુખ, 6 મહામંત્રી, 6 મંત્રી અને એક સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત 18 હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે.
મોરબી તાલુકા પ્રમુખ તરીકે દિનેશભાઈ કલાભાઈ સેરસીયા અને મોરબી શહેર પ્રમુખ તરીકે જયસુખભાઈ મોતીલાલ કાટરિયા, માળીયા (મિયાણા) તાલુકા પ્રમુખ તરીકે પિયુષકુમાર ઠાકરશીભાઈ પોરેજિયા અને માળીયા શહેર પ્રમુખ તરીકે ઇકબાલ સુલેમાનભાઈ સંઘવાણીની નિમણૂક કરાઈ છે.
તેવી જ રીતે ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પ્રકાશ રતિલાલ રાજપરા અને ટંકારા શહેર પ્રમુખ તરીકે હનીફભાઈ અલાણાભાઈ ભુંગર, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે ચાકુભાઈ એચ. માધકિયા અને વાંકાનેર શહેર પ્રમુખ તરીકે વિક્રમભાઈ નવીનભાઈ ગેલોયને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હળવદ તાલુકા પ્રમુખ તરીકે બળદેવભાઈ ગોરધનભાઈ ચાવડા અને હળવદ શહેર પ્રમુખ તરીકે ભરતભાઈ રામજીભાઈ દલવાડીની વરણી કરવામાં આવી છે.
બીજી તરફ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના જિલ્લા માળખામાં મોરબીના પ્રિતેશભાઈ જયંતીલાલ બોપલિયા, મનોજકુમાર મનસુખભાઈ કુલતરીયા (થોરાળા), બળવંતભાઈ ચતુરભાઈ ધુમલિયા (મોરબી), પ્રવીણભાઈ વીરજીભાઈ જગોડિયા (પીપળી) અને અરુણ મગનભાઈ સનાવળાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
મહામંત્રી તરીકે રાજ અશોકભાઈ બાવરવા (બરવાળા), હર્ષ ચંદુભાઈ મકાસણા (કડિયાણા), દિનેશ વાઘજીભાઈ સનાધિયા (મોરબી), હસમુખભાઈ ભાણજીભાઈ કાસુન્દ્રા (મોરબી), લાલજીભાઈ ધીરજભાઈ અહલગામા (અણિયારી) અને ભાવેશભાઈ જયંતીભાઈ સેરસીયાની (ચાયાવડલા) નિમણૂક કરાઈ છે.
મંત્રી તરીકે ભરતભાઈ નાગદાન કુંભરવાડિયા (વાવડી), મહિપતભાઈ મોહનભાઈ પરમાર (મોરબી), નાસીરભાઈ સલીમભાઈ ઝેડા (માળીયા), હરેશભાઈ નરવેરામભાઈ સેરસીયા (જેતપર), દિનેશકુમાર શાંતિલાલ પટેલ (રતનપર) અને ચમનભાઈ દેવસીભાઈ મકવાણાની (થોરાળા) વરણી કરવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે હળવદના યોગેશભાઈ નારણભાઈ ગોધાવિયાને જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂકોના પગલે મોરબી જિલ્લામાં કોંગ્રેસના તાલુકા, શહેર અને પંચાયતી રાજ સંગઠનના માળખાને વધુ સક્રિય બનાવી આગામી સમયમાં પક્ષની સંગઠનાત્મક કામગીરીને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.