Tuesday - Nov 24, 2026

ખાખરેચીના યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતાં મોત

ખાખરેચીના યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતાં મોત

જમ્યા બાદ રાત્રે ઘરેથી નીકળેલો યુવાન રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવ્યો : જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃત જાહેર કરાયો

માળીયા મિયાણાના ખાખરેચી ગામે રહેતા 32 વર્ષીય યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાની સમસ્યા ધરાવતો યુવાન ગત તા. 22/11ના રોજ રાત્રે જમીને ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. દરમિયાન ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે માળીયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ શંખેસરિયા (ઉં.વ. 32) ગત તા. 22/11ના રોજ રાત્રે જમીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ટ્રેનની હડફેટે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે જેતપર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. શૈલેષભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્થિરતાની સમસ્યા ધરાવતા હતા અને અવારનવાર ઘરેથી આસપાસમાં નીકળી જતા હતા તથા પોતાની રીતે પરત આવી જતા હતા. આ બનાવ અંગે તેમના ભાઈ મહેશભાઈ વિઠ્ઠલભાઈ શંખેસરિયા (ઉં.વ. 33)એ માળીયા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.