Wednesday - Apr 22, 2026

હળવદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી

હળવદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી

હળવદ : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેષભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ હળવદ શહેર અને તાલુકા ભાજપનું માળખું જાહેર કર્યું છે.

હળવદ શહેર ભાજપમાં અધ્યક્ષ તરીકે તપનભાઈ દવેને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકે ગીરીશભાઈ પરમાર, જતીનભાઈ રાવલ, અનસોયાબેન દેથરીયા, હરેન્દ્રસિંહ પરમાર, સનીભાઈ ઠક્કર, જાગુબેન લક્ષ્મણભાઈ કોળીની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી તરીકે ડો. અનિલભાઈ પટેલ અને અમૃતભાઈ ચૌહાણની વરણી કરાઈ છે. મંત્રી તરીકે પારૂલબેન બી. પરીખ. મહેશભાઈ નાડોદા, જીગ્નેશભાઈ રબારી, અનિતાબેન આર. ગોસાઈ, વિરેન્દ્રભાઈ દેવશીભાઈ સરૈયા અને જ્યોત્સનાબેન હરીભાઈ ઝાલાની વરણી કરાઈ છે. શહેર ભાજપ કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ તારબૂંદિયાની વરણી કરાઈ છે.

હળવદ તાલુકા ભાજપ અધ્યક્ષ તરીકે ભરતભાઈ દલવાડીની વરણી કરવામાં આવી હતી. જ્યારે હવે ઉપાધ્યક્ષ તરીકે સવાભાઈ બચુભાઈ ડાંગર (આહીર), મહાદેવભાઈ લક્ષ્મણભાઈ મારવણીયા, ઉપેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, દિલીપભાઈ પથુભાઈ પઢીયાર, જગદીશભાઈ બેચરભાઈ કાચરોલા અને હસમુખભાઈ રતીલાલ બાપોદરીયાની વરણી કરાઈ છે. મહામંત્રી તરીકે મગનભાઈ તેજાભાઈ સીતાપરા (કોળી) અને ડો. કિશોરભાઈ એમ. કવાડીયાની નિયુક્તિ કરાઈ છે. મંત્રી તરીકે જશુબેન નારાયણભાઈ દલવાડી, સુરેશભાઈ ઠાકરશીભાઈ કોળી, ગીતાબેન હેમુભાઈ રબારી, સુનિતાબેન રણજીતભાઈ સુરેલા, મનસુખભાઈ ઉકાભાઈ રાઠોડ, નીરુબેન કાંતિલાલ વસાવાની વરણી કરાઈ છે. જ્યારે કોષાધ્યક્ષ ગૌરીબેન ખેંગારભાઈ ભરવાડની વરણી કરાઈ છે.