Tuesday - Nov 24, 2026

મોરબીમાં 11 ડિસેમ્બરે શિક્ષણના લાભાર્થે ‘ભીમ સંધ્યા’ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં 11 ડિસેમ્બરે શિક્ષણના લાભાર્થે ‘ભીમ સંધ્યા’ કાર્યક્રમ યોજાશે

બેલિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તા વિશન કાથડ સાહેબ શિક્ષણ, સમાનતા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપશે

મોરબી : મોરબીમાં શિક્ષણના લાભાર્થે બેલિવ ફાઉન્ડેશન, મોરબી દ્વારા આગામી 11 ડિસેમ્બર, 2026ના રોજ ‘ભીમ સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના જાણીતા વક્તા વિશન કાથડ ઉપસ્થિત રહી પોતાના વક્તવ્ય દ્વારા શિક્ષણ, સમાનતા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપશે. આ કાર્યક્રમ શુક્રવારના રોજ મોરબીના સો ઓરડી, ભઠ્ઠા વાળી લાઇન ખાતે યોજાશે. કાર્યક્રમમાં સમસ્ત ચામુંડાનગર યુવા ગ્રુપના યુવા મિત્રો, સભ્યો સહિત સૌ નાગરિકોને ઉપસ્થિત રહેવા બેલિવ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. શિક્ષણના મહત્ત્વ અને સામાજિક જાગૃતિના હેતુ સાથે યોજાનારી આ ‘ભીમ સંધ્યા’માં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી આયોજકો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.