૨૪ એપ્રિલે મેરજા પરિવાર દ્વારા થશે ભવ્ય ઉજવણી.
મોરબી:મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન કુળદેવી ભગવતી માઁ બહુચરાજીના નૂતન અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. આ પવિત્ર કાર્યના પ્રથમ સોપાન રૂપે “શીલાસ્થાપન વિધિ”નો મંગળ પ્રારંભ આગામી તા. ૨૪ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર (વૈશાખ સુદ આઠમ)ના રોજ સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા માટે નારણકા સહિત બગથળા, હડમતીયા, થોરાળા, ચમનપર, માનસર, મહેન્દ્રનગર, સુરેન્દ્રનગર તથા મહેન્દ્રગઢ (ફગશિયા) માં વસતા તમામ મેરજા પરિવારના સભ્યોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે પરિવારજનો વ્યવસાય કે નોકરી અર્થે બહાર વસવાટ કરે છે, તેઓને પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને માતાજીના આશીર્વાદ લેવા સહપરિવાર પધારવા વિનંતી કરાઈ છે.
કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે
*શીલાસ્થાપન વિધિ:સવારે ૮:૦૦ વાગ્યે
*મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ વાગ્યે
વ્યવસ્થાપક સમિતિ દ્વારા જણાવાયું છે કે, આ પાવન પ્રસંગે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સમાજજનોને આ ભક્તિમય યજ્ઞમાં જોડાઈને દર્શન અને પ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે.