મોરબી : મોરબીમાં કાર્યરત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છેલ્લા 2 વર્ષથી નિસહાય માતાઓ જીવન જીવવાનો આધાર આપવા માટે રાશન કીટ.પુરી પાડવાની સેવાપ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ સેવાયજ્ઞ થકી નાત જાતના બંધનોથી ઉપર ઉઠીને તમામ સમાજની અસહાય અને જરૂરિયાતમંદ માતાઓને દર મહિને બેઝિક રાશન કિટ આપીને તેમની જીવન જરૂરિયાતો પૂર્ણ કરવામાં સહાય આપીને આ માતાઓના ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો. પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહિલાઓના સર્વાંગી.વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવે છે. આ સંસ્થામાં મોટાભાગની મહિલાઓ જ ઘરની જવાબદારી નિભાવવાની સાથે અનેકવિધ સેવપ્રવૃત્તિઓ કરે છે. આ સંસ્થાએ સેવા અને માનવતાના આ કાર્યને આગળ ધપાવતા વધુ 19 માતાઓને રાશન કીટ માટે દત્તક લીધી છે. આ સાથે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 43 માતાઓને મદદરૂપ થવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. આ તમામ દત્તક લેવાયેલી માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ પૂરી પાડવામાં આવશે. મુસ્કાન વેલફેર સોસાયટીનો આ નિઃસ્વાર્થ પ્રયાસ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યો છે તેમજ નિરાધાર અને જરૂરિયાતમંદ માતાઓ માટે આશાનું નવું કિરણ બન્યો છે.