મોરબી : મોરબી SOG ટીમ દ્વારા મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે મધુરમ ક્લિનિક સામે રોડ પરથી એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
માળિયા (મી.) તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે નીરુબેનનગરમાં રહે છે અને મૂળ માળિયા (મી.) ના મોટા ભેલા ગામનો વતની દિપેશભાઈ ઉર્ફે સલીમભાઈ ગૌતમભાઈ રાઠોડને SOG ટીમે આરોપી પાસેથી 1 દેશી હાથ બનાવટનો તમંચો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂપિયા 5000 આંકવામાં આવી છે. આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.