Saturday - May 16, 2026

માળીયાના વિદરકા નજીક દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ, ચાર નાસી છૂટ્યા

માળીયાના વિદરકા નજીક દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ, ચાર નાસી છૂટ્યા

મોરબી : માળીયા મિયાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે વિદરકા ગામના પાટિયા પાસે પસાર થતી જીજે - 36 - એઆર - 0015 નંબરની સ્કોર્પિયો કાર અટકાવતા ચાર આરોપીઓ નાસી ગયા હતા.જેમાં કારની તલાશી લેતા સ્કોર્પિયોમાંથી 150 લીટર દેશી દારૂ મળી આવતા આરોપી રાજેશ હરજીભાઈ ચાવડા ઉ.19 રહે.ટીંબડી તા.મોરબી વાળાની અટકાયત કરી હતી. આરોપીની પૂછતાછમાં ઇરફાન અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો નાસી ગયાનું જણાવતા પોલીસે 10 લાખની સ્કોર્પિયો કાર અને 30 હજારની કિંમતનો દેશી દારૂ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.