મોરબી:– ગઈ કાલે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા ઉજવાતા નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત મોરબી જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનું યજમાન કરવાનો ગૌરવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબીને મળ્યો હતો.
મુખ્ય મહેમાન તરીકે હંસાબેન પારધી (મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ), માન. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (મોરબી–માળિયા–65) તથા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ તથા તેમનાં કોચનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે જ હોકી, કબડ્ડી, ખો-ખો, ટેનિસ, ટેકવેન્ડો જેવી અનેક રમતોનું આયોજન પણ થયું કરવામાં આવ્યું હતું.
આ અવસરે Sports Authority of Gujarat દ્વારા ખેલ મહાકુંભ 2025-26 નું રજિસ્ટ્રેશન પણ પ્રારંભ પણ કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન – ખેલે ભી, ખીલે ભી” ના સૂત્રને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ મિશનને વેગ આપશે, અને સાથે વિદ્યાર્થીઓને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહન પણ મળશે.
આ રીતે મોરબી જિલ્લાના ખેલપ્રેમીઓ, ખેલાડીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલની હંમેશા આ વિચાર સાથે આગળ રહ્યું છે કે
“રમતગમત એટલે જીવનની સાચી શક્તિ” છે.