Tuesday - Oct 06, 2026

મોરબીમાં નવરાત્રી મહોત્સવથી ભક્તિ સાથે શહીદ પરિવારો સહાય આપી રાષ્ટ્રભક્તિ

મોરબીમાં નવરાત્રી મહોત્સવથી ભક્તિ સાથે શહીદ પરિવારો સહાય આપી રાષ્ટ્રભક્તિ

12 વર્ષથી પાટીદાર નવરાત્રી મહોત્સવથી શહીદ પરિવારોને સહાય આપી માં ભારતીનું ઋણ ચૂકવવાનો સ્તુત્ય પ્રયાસ

મોરબી : મોરબીમાં 12 વર્ષથી નવરાત્રી મહોત્સવથી જગત જનની માં આદ્યશક્તિની આરાધનાની સાથે રાષ્ટ્રસેવા કરવામાં આવી રહી છે. ખાસ તો દેશ માટે ફના થઈ જનાર ભારત માતાના સૈન્યના વીર જવાનોની દેશભક્તિની સ્વમાનભેર ભાવવંદના કરી તેમના પરિવારો ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જેમ મદદરૂપ થવા 12 વર્ષથી પાટીદાર અગ્રણી અજય લોરીયા દ્વારા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં જે કઈ એકત્ર થતી રકમથી શહીદ પરિવારો સહાય આપી માં ભારતીનું ઋણ ચૂકવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં 25 શહીદ પરિવારોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ભલે અર્વાચીન નવરાત્રી મહોત્સવ હોય પણ આ વખતે પારંપરિક રીતે એટલે પ્રાચીન ઢબથી ખેલયાઓ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરશે. જેમાં ખેલૈયાઓ માટે  અમદાવાદ, સુરત અને વડોદરાની માફક મોરબીમાં પણ નવેય દિવસ ગરબા પૂર્ણ થયા બાદ શરણાઈ અને ઢોલના તાલે ‘મંડળી રાસનું આયોજન કરાયું છે. જ્યારે પ્રવેશ વ્યવસ્થામાં ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ રાખવામાં આવ્યો છે..જાણીતા કલાકારો સાગરદાન ગઢવી, વૈભવી ત્રિવેદી, રૂપાલી જાંબુચા અને કરણ બારોટ સુર સંગીતના અદભુત તાલે ખેલયાઓને રાસ ગરબે રમાડશે. જો કે 30 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં એકસાથે 25 હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્સુદ્રઢ યવસ્થા કરવામાં આવી છે.

301 શહીદ પરિવારોને કુલ રૂ.4 કરોડ 76 લાખની સહાય ચૂકવાય

આયોજક અજય લોરિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 301 શહીદ પરિવારોને કુલ રૂ.4 કરોડ 76 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ વર્ષે વધુ 25 શહીદ પરિવારોને મહોત્સવમાં આમંત્રિત કરી પ્રત્યેક પરિવારને રૂ.1 લાખ લેખે કુલ રૂ.25 લાખની સહાયના ચેક આપવામાં આવશે. નવરાત્રી મહોત્સવ સાથે જોડાયેલી આ સહાય પ્રવૃત્તિ દ્વારા શહીદ પરિવારોને સહયોગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહોત્સવમાં સહાયની પ્રક્રિયા સાથે સાથે આયોજકોએ હિસાબમાં પારદર્શિતા જાળવવા માટે પણ વ્યવસ્થા કરી છે. આઠમના દિવસે માતા ઉમિયાના ચરણોમાં તેમજ જાહેર જનતા સમક્ષ મહોત્સવના ખર્ચ અને આવકનો હિસાબ રજૂ કરવામાં આવશે.