Monday - Jul 06, 2026

યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન થયું.

યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન થયું.

મોરબી:- મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધા નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના મહિલા ફરિયાદ નિવારણ શાખાના અંતર્ગત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, મહિલા સેલના કોઓર્ડીનેટર ડોક્ટર કવિતાબા ઝાલા અને ડોક્ટર રેખાબેન કચોરીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ દરમિયાન પ્રા.જે.એમ. કાથડ તેમજ ડોક્ટર એ. એચ.રાજપૂતે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી, આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મીયાત્રા મિતલ, ગુપ્તા જયા,કુમાવત ચેતના તેમજ દ્વિતીય ક્રમાંકે સોનગરા અસ્મિતા અને તૃતીય ક્રમાંકે સોલંકી ભૂમિકા, સવાડિયા પૂનમ, સોલંકી ભારતી રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.