Friday - Oct 09, 2026

ગુમ બાળકોને શોધી, આંખે પાટા બાંધીને આવેલા પદયાત્રી, દિવ્યાંગોને માતાના મઢે પોલીસે દર્શન કરાવ્યા

કચ્છ માતાના મઢે મોરબી ટ્રાફિક PSI ડી.બી. ઠાકર સહિતના પોલીસ સ્ટાફની માનવતાભરી કામગીરી

મોરબી : પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ ઉક્તિને સાર્થક કરતી કામગીરી મોરબી ટ્રાફિક પોલીસના PSI ડી.બી. ઠાકરે માતાના મઢ ખાતે નિભાવી હતી. કચ્છના માતાના મઢ ખાતે બંદોબસ્તની ફરજ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીની સાથે માનવતાભર્યો અભિગમ અપનાવી ગુમ થયેલા બાળકને તેના વાલીઓ સાથે મિલન કરાવ્યું હતું. આ ઉપરાંત આંખે પાટા બાંધીને માનતા પૂરી કરવા આવેલા પદયાત્રી તેમજ દિવ્યાંગ વ્યક્તિને માતાજીનાં દર્શન કરાવવામાં મદદ કરી હતી.
 
ગુમ બાળકોને શોધી, આંખે પાટા બાંધીને આવેલા પદયાત્રી, દિવ્યાંગોને માતાના મઢે પોલીસે દર્શન કરાવ્યા
ગુમ બાળકોને શોધી, આંખે પાટા બાંધીને આવેલા પદયાત્રી, દિવ્યાંગોને માતાના મઢે પોલીસે દર્શન કરાવ્યા
ગુમ બાળકોને શોધી, આંખે પાટા બાંધીને આવેલા પદયાત્રી, દિવ્યાંગોને માતાના મઢે પોલીસે દર્શન કરાવ્યા

કચ્છ માતાના મઢ ખાતે બંદોબસ્તમાં રહેલા મોરબી ટ્રાફિક PSI ડી.બી. ઠાકરે પોતાની ફરજની સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની કામગીરી પણ ચાલુ રાખી હતી. યાત્રાધામ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે કોઈ બાળક પરિવારથી વિખૂટું પડી જાય કે કોઈ શ્રદ્ધાળુને દર્શન કરવામાં મુશ્કેલી પડે તો સમયસર મદદ મળી રહે તે જરૂરી છે. આ કામગીરીમાં માતાના મઢ ખાતે કાર્યરત પશ્ચિમ કચ્છ પોલીસ કંટ્રોલ રૂમના PSI પરમાર સાહેબ અને PSI જાડેજા સાહેબ, ASI પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ તાલીમાર્થી પોલીસ કોન્સ્ટેબલ સત્યજીતભાઈ, કાર્તિકભાઈ, જયદીપસિંહ અને ભુજ પોલીસ હેડક્વાર્ટરના રોનકભાઈનો પણ સહયોગ રહ્યો હતો.