Sunday - Apr 19, 2026

મોરબીવાસીઓ આંનદો ! મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 82 ટકા ભરાયો

મોરબીવાસીઓ આંનદો ! મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ 82 ટકા ભરાયો

મોરબીવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. જેમાં મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ 84  ટકા ભરાય ગયો છે અને હજુ ડેમમાં 35 હજાર ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમ ઓવરફ્લો થવાની શકયતાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

મચ્છુ-2 ડેમના  ઉપરવાસમાં વરસાદઃથી સતત પાણીની આવક ચાલુ હોવાથી 84 ટકા સુધી ડેમ ભરાય ગયો છે. જેથી મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીમ્બડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નાના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગર અને માળિયા મિયાણા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા મિયાણા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.