મોરબી જિલ્લાના જન્માષ્ટમીના તહેવારોમાં ફરી મેઘરાજા સક્રિય થયા છે અને આજે મોરબી જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરીને જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરમાં મહેર વરસાવી છે.આજે સાંજે 6 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો વાંકાનેરમાં આજે સાંજે 4 થી 6 માં વધુ બે ઇંચ સાથે આ દિવસનો કુલ 120 mm (પાંચ ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ અને મોરબીમાં 18 mm (પોણો ઇંચ), ટંકારા 12 mm (અડધો ઇંચ), માળીયા મીયાણામાં 11 mm વરસાદ નોંધાયો છે. અને હજુ પણ મોરબી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.