અત્યાર સુધીમાં 78 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી ચૂકી છે: 20 જાન્યુઆરીએ આયોજન
મોરબી:સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર 'અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ' દ્વારા આગામી 20 જાન્યુઆરી, 2027ના રોજ પાંચમા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 51 જરૂરિયાતમંદ તેમજ નિરાધાર દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવાશે.
ગ્રુપે અગાઉ ચાર આયોજનો દ્વારા કુલ 78 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. આ પાંચમા આયોજન સાથે સંસ્થા દ્વારા કુલ 129 દીકરીઓને સાસરે વળાવવાનો સંકલ્પ પૂર્ણ થશે.
*દાન અને સહયોગ માટે: પ્રમુખ હેતલબેન પટેલ (મો. 99048 55551)
* ફોર્મ મેળવવા સંપર્ક: 70697 70679, 89803 46649, 99134 30772, 96249 03743
સાથે આયોજકો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને વહેલી તકે ફોર્મ મેળવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરાઈ છે.