મોરબી જિલ્લામાં આજે સીઝનમાં પ્રથમવાર મેઘરાજાની ધમકાદાર ઇનિંગ, ટંકારા 7.32, હળવદમાં 6.42 ઈંચ વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર 12 કલાકમાં તમામ પાંચ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 800 મિમી એટલે કે 31.49 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી તાલુકો 220 મિમી (8.66 ઈંચ) સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાવનાર તાલુકો બન્યો છે. ટંકારા તાલુકો 186 મિમી સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના 12 કલાકના વરસાદના આંકડા મુજબ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યના સૌથી વધુ વરસાદ ધરાવતા ટોચના તાલુકાઓમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકાનો સમાવેશ થયો છે.
તાલુકાવાર 12 કલાકનો વરસાદ :
- મોરબી : 220 મિમી (8.66 ઈંચ)
- ટંકારા : 186 મિમી (7.32 ઈંચ)
- હળવદ : 163 મિમી (6.42 ઈંચ)
- માળિયા : 121 મિમી (4.76 ઈંચ)
- વાંકાનેર : 110 મિમી (4.33 ઈંચ)
આમ, 12 કલાકમાં સૌથી વધુ 8.66 ઈંચ વરસાદ મોરબી તાલુકામાં જ્યારે સૌથી ઓછો 4.33 ઈંચ વરસાદ વાંકાનેરમાં નોંધાયો છે. તેમ છતાં જિલ્લાના દરેક તાલુકામાં ચાર ઈંચથી વધુ પાણી વરસતાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગ અને રાહત કમિશનર દ્વારા મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.