Saturday - May 02, 2026

સમગ્ર ગુજરાતમાં ઘો.12 સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે

સમગ્ર ગુજરાતમાં ઘો.12 સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાયું તેમાં સમગ્ર ગુજરાતમાં ઘો.12 સાયન્સના પરિણામમાં મોરબી મોખરે રહ્યો અને ધો. 12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 94.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં આ વખતે મોરબી જિલ્લો રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં અગ્રેસર રહ્યો છે.

ગત માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં ધોરણ 12- સામાન્ય પ્રવાહમાં 3,78,268 નોંધાયેલ હતા જેમાંથી 3,47,738 પાસ થયા છે. એ વન ગ્રેડમાં 5,522, એ-2 ગ્રેડમાં 42,799 બી-1 ગ્રેડમાં 82,544 બી-2 ગ્રેડ 98,881 સી-1 ગ્રેડમાં 81,188 સી-2 ગ્રેડમાં 33,981 અને ડી-ગ્રેડમાં 2,754 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 238 ગેરરીતિના કેસ સામે આવ્યાનું બોર્ડ દ્વારા જાહેર કરાયુ છે. આ વખતે બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ સાથે જાહેર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહનું સારું પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાના સામાન્ય પ્રવાહના ચારેય કેન્દ્રમાંથી હળવદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. મોરબી કેન્દ્રનું 94.68 ટકા, વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા, ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ આવ્યું છે.

 

 

સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાના હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ

સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રમાં સામાન્ય પ્રવાહમાં કૂલ 1425 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1381 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારબાદ ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ આવ્યું છે. ટંકારા કેન્દ્રમાં 636 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 611 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી કેન્દ્રમાં કૂલ 3101 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી 2936 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે સામાન્ય પ્રવાહમાં મોરબી કેન્દ્રનું 94.68 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 1122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1038 વિદ્યાર્થીઓ પાસ થયા છે.