Saturday - May 02, 2026

તા 21-5-2024 ના રોજ ધર્મ જાગરણ,લોક કલ્યાણ, વિશ્વ શાંતિ હેતુ એક ભવ્ય સંતવાણી નુ આયોજન કરવામા આવ્યુ છે

તા 21-5-2024 ના રોજ ધર્મ જાગરણ,લોક કલ્યાણ, વિશ્વ શાંતિ હેતુ એક ભવ્ય સંતવાણી નુ આયોજન કરવામા આવ્યુ છે

આ આયોજન મોરબી શહેરના વાવડી આદેશ આશ્રમ ના મહંત યોગીશ્રી જયરાજ નાથજી બાપુના સાનિધ્ય મા થવા જય રહ્યુ છે.આ કાર્યક્રમના કલાકાર છે લાખણશીભાઈ ગઢવી - ખુબ વિદ્વાન ,ચારણત્વપુર્ણ ચારણ ,કવિ, કથાકાર જીણી વાતોના ઝવેરી સાહિત્યની ખુબ ઉંડાણ પૂર્વકની ગહન વાતો સરળતાથી રજુ કરવા માહેર એવા લાખણશીભાઈ ગઢવિ ખાસ પધારવાના છે.ધવલ બારોટ જેમની ગાયકી ઠરેલી અને સમજણ સભર છે. પ્રકાશ ગોહેલ દેશીવાણી ના ખુબ સારા ગાયક છે.અને પાંચાળ પરગણા ના સાધુ રસિક મારાજ પોતાની આગવી શૈલીમા ભજન રજુ કરશે. કવિ"હર"હષૅદરાય કણસાગરા એ સંયોજન કરેલ છે.આ આયોજન ગુરૂ ગોરક્ષનાથ મઢી આદેશ આશ્રમ સેવકગણ સમુદાય દ્વારા કરવામા આવેલ છે.યોગીશ્રી જયરાજ નાથજી બાપુએ ધર્મપ્રેમી જીવોને આ લ્હાવો લેવા અનુરોધ કરતા જણાવ્યુ છે કે " ધર્મ કરે ધન ના ધટે સહાય કરે રઘુવીર " માટે ધર્મ મા પ્રમાદ (આળસ) કરવો ન જોઈએ એમા પ્રીતિ કરી બને એમ સહભાગી થવુ એ મનુષ્ય જીવનની સાર્થકતા છે...
સ્થળ- કર્મયોગી આશ્રમ, શ્રીગોરક્ષનાથજી ની મઢી, સતનામ ગૌશાળા સામે. મુ.વાવડી - મોરબી