Friday - Feb 13, 2026

ભારતની એર સ્ટ્રાઈક વચ્ચે મોરબીના નવા બસ સ્ટેન્ડમા મોકડ્રિલ યોજાઈ

ભારતની એર સ્ટ્રાઈક વચ્ચે મોરબીના નવા બસ સ્ટેન્ડમા મોકડ્રિલ યોજાઈ

મોરબી : મોરબીમાં આજે યુધ્ધ અંગેની મોકડ્રિલ જાહેર સ્થળોએ યોજવામાં આવી હતી. જેમાં આજે નવા બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલી મોકડ્રિલમા પાકિસ્તાનની વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરતા એક દીવાલ ધરાશાયી થઈ હોવાનું રિહર્સલ કરી ઘાયલોને કેમ સારવાર અપાવવી તે અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
ભારતે પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇક કરી હોવાથી સંભવતઃ યુદ્ધની પરિસ્થિતિ ઉદભવી છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉથી જ આજે મોકડ્રિલ અને બ્લેક આઉટ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.