મોરબી : મોરબીમાં ફરી ભર ઉનાળે ચોમાસુ જામ્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે અને આજે બપોરે કાળઝાળ ગરમી બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ થયાની થોડી જ મિનિટમાં ધીમીધારે અને પછી ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. અત્યારે બપોરે 4 વાગ્યે મોરબીમાં માવઠું ચાલુ છે અને જાણે ઉનાળો કપાઈને ચોમાસું બેસી ગયું હોય અને ભર અષાઢ જેવો વરસાદ વરસી રહ્યો છે.ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતાં ઠેરઠેર પાણી વહી નીકળ્યા છે અને મુખ્યમાર્ગો ઉપર નદીના વહેણની જેમ પાણી દોડવા લાગ્યા છે.